ઈરાને US આર્મી અને પેન્ટાગનને `આતંકવાદી` જાહેર કર્યા
અમેરિકાના હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદથી ઈરાનમાં ખુબ જ હતાશા અને ગુસ્સાનો માહોલ છે. આ બધા વચ્ચે દેશની સંસદે અમેરિકી સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન કર્યું છે.
તેહરાન: અમેરિકા (America) ના હુમલામાં ઈરાન (Iran) ના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ની હત્યા બાદથી ઈરાનમાં ખુબ જ હતાશા અને ગુસ્સાનો માહોલ છે. આ બધા વચ્ચે દેશની સંસદે અમેરિકી સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન કર્યું છે. ઈરાનના સરકારી મીડિયા મુજબ સાંસદોએ સુલેમાનીની હત્યાના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો છે. અમેરિકા અને ઈરાનના ટોચના નેતાઓ એકબીજા વિરુદ્ધ હાલ ખુબ જ આકરા નિવેદનો આપી રહ્યાં છે.
ઈરાનના મીડિયાના જણાવ્યાં મુજબ બિલ પાસ કરાવતા પહેલા અમેરિકા અને ઈઝરાયેલની ખુબ ટીકા કરવામાં આવી. સાંસદોએ સુલેમાનીની હત્યાનો બદલો લેવા અને અમેરિકા તથા ઈઝરાયેલને પાઠ ભણાવવાનો સંકલ્પ લીધો. આ અગાઉ પાંચ જાન્યુઆરીના રોજ સંસદમાં સાંસદોએ અમેરિકાના મોતના નારા પણ લગાવ્યાં હતાં. આ અગાઉ સોમવારે પણ સુલેમાનીની અંતિમ યાત્રા વખતે મોટી સંખ્યામાં લોકો તેહરાનના રસ્તાઓ પર ઉતરી પડ્યા હતાં. હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચેલા લોકોએ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
સુલેમાનીની અંતિમ વિદાયમાં ભાવુક થયા ઈરાનના ટોચના નેતા
તેહરાન યુનિવર્સિટીમાં સુલેમાનીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો સોમવારે પહોંચ્યા હતાં. સ્થાનિક નિવાસીઓ પોતાના કમાન્ડરના પોસ્ટર લઈને આવ્યાં હતાં. તથા મોટે મોટેથી નારા લગાવી રહ્યાં હતાં. પોતાના કમાન્ડરને છેલ્લી વિદાય આપતા દેશના સર્વોચ્ચ નેતા ખામનેઈ ખુબ ભાવુક થયા હતાં અને રોવા લાગ્યાં. નમાઝ દરમિયાન પણ તેમનો અવાજ અનેકવાર રૂંધાયો હતો.
જુઓ LIVE TV
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ
બગદાદ એરપોર્ટ પર શુક્રવારે અમેરિકી ડ્રોન હુમલામાં સુલેમાનીનું મોત થયું. આ હુમલો ઈરાન માટે મોટા આંચકા સમાન છે. જેણે પશ્ચિમ એશિયામાં નવા પ્રકારે યુદ્ધની આશંકાઓને વધારી છે. ઈરાને 2015ના પરમાણુ સંધિથી અલગ થવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર દોહરાવી ચૂક્યા છે કે ઈરાન અમેરિકી પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડશે તો તેને કડકાઈથી જવાબ આપવામાં આવશે.